Homeરાજ્યજામનગરવન પર્યાવરણમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહાપાલિકાની વિકાસલક્ષી બેઠક - VIDEO

વન પર્યાવરણમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહાપાલિકાની વિકાસલક્ષી બેઠક – VIDEO

શહેરના પ્રગતિ હેઠળના અને આગામી આયોજિત માળખાકીય પ્રોજેક્ટની મંત્રીઓ દ્વારા ઝીણવટભરી સમીક્ષા : રંગમતિ રીવર રીજુવનેશન, નાઘેડી ફ્લાય ઓવર, નમો ગૌરવ પાથ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટને વધુ જનહિતલક્ષી બનાવવા સૂચનો અપાયા : મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશનર તથા અધિકારીઓ ઉપસ્થિત

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે શહેરના પ્રગતિ હેઠળના કામો તથા આગામી સમયમાં હાથ ધરાનાર વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.

- Advertisement -

આ બેઠકમાં મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ વિકાસકામોનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રેરિત ‘અર્બન ચેલેન્જ ફંડ ગ્રાન્ટ’, રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ – 2026 બાય-લોઝ’ તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના મહત્વપૂર્ણ ઘટકો જેવા કે ઈન્ટીગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ, સી. એન્ડ ડી. વેસ્ટ, એસ.એલ.એફ., સી.બી.જી. અને આર.ટી.એસ. અંગે મંત્રીઓએ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ ઉપરાંત, મહાનગરપાલિકાના આવક-જાવકના હિસાબો, ટેક્સ કલેક્શનની કામગીરી તેમજ મનપા હસ્તકના ટી.પી. પ્લોટના વેચાણ અંગેની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

- Advertisement -

શહેરની કાયાપલટ કરનારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ અંગે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેમાં રંગમતી રિવર રિજુવનેશન પ્રોજેક્ટ, સી.ઈ.ટી.પી. પ્લાન્ટ, સ્લમ ફ્રી સિટી એક્શન પ્લાન અંતર્ગત ટેનેબલ/અનટેનેબલ સ્લમ તથા ઈન-સીટુ સ્લમ રી-ડેવલપમેન્ટ, ખંભાળિયા રોડ પર આવેલ લહેર તળાવને રાજ્ય સરકારની ’નમો ગૌરવ પાર્ક યોજના’ હેઠળ પી.પી.પી. ધોરણે વિકસાવવા, સુભાષ માર્કેટનું રિનોવેશન અને રી-ડેવલપમેન્ટ તેમજ માંડવી ટાવર અને બર્ધન ચોક ડેવલપમેન્ટ જેવા કામોનો સમાવેશ થાય છે. તદુપરાંત, શહેરમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ નવા વેજીટેબલ માર્કેટ બનાવવાની દરખાસ્ત, રીજીઓનલ કન્વેન્શન સેન્ટરનું નિર્માણ, એરપોર્ટ રોડ અને GTMC રોડ ડેવલપમેન્ટ તથા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે નાઘેડી બાયપાસ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ બનાવવા સહિતના મહત્વપૂર્ણ પ્રકલ્પો અંગે ઊંડાણપૂર્વક વિમર્શ કરાયો હતો. મંત્રીઓએ આ તમામ વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ થાય અને વધુમાં વધુ જનહિતલક્ષી તથા લાભદાયી બને તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિઆ, નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, અગ્રણી બીનાબેન કોઠારી, વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ કાનાણી, મૃગેશભાઈ દવે, સિટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા, જિગ્નેશભાઈ નિર્મલ સહિતના પદાધિકારીઓ અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular