Monday, November 16, 2026
Homeરાજ્યહાલારદિયરને રૂપિયા ન આપવાનું સમજાવતા પત્નીને લમધારી

દિયરને રૂપિયા ન આપવાનું સમજાવતા પત્નીને લમધારી

જામજોધપુર તાલુકાના જીણાવારી ગામમાં રહેતી મહિલા ઉપર તેણીના જ પતિએ જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. પત્ની તથા સંતાનોના ડોકયુમેન્ટનો કબ્જો કરી પત્નીને કાઢી મૂકી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના જીણાવારી ગામમાં રહેતી શોભનાબેન ગિરીશભાઇ ચૌહાણ (ઉ.વ.33) નામની મહિલાના પતિ ગિરીશ દ્વારા તેના ભાઇ પરબતને પૈસા મોકલતા હોય તેથી પત્નીએ પૈસા ન મોકલવાનું સમજાવવા જતાં પતિએ ઉશ્કેરાઇને પત્ની સાથે અવારનવાર બોલાચાલી અને ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. તેમજ ઢીકાપાટુનો માર મારી મારકૂટ કરી પતાવી દેવાની ધમકી આપી હતી. દરમ્યાન પતિએ પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપી પત્ની તથા તેના સંતાનોના જરૂરી દસ્તાવેજો પોતાના કબ્જામાં રાખી પત્નીને માવતરે મૂકી આવ્યો હતો. આ બનાવ અંગે શોભનાબેન દ્વારા જાણ કરાતા હે.કો. જે. ડી. મેઘનાથી તથા સ્ટાફે મહિલાની ફરિયાદના આધારે તેણીના પતિ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular