Saturday, November 14, 2026
Homeરાજ્યજામનગર‘Beyond the Screen’ થી ‘World of Books’ તરફ - જામનગરમાં બુક ક્લબનું...

‘Beyond the Screen’ થી ‘World of Books’ તરફ – જામનગરમાં બુક ક્લબનું આયોજન

રંગોળી 2026ની પોતાની થીમ ‘Beyond the Screen’ દ્વારા લોકોને ડિજિટલ સ્ક્રીન અને સોશિયલ મીડિયાના અતિરેકથી દૂર રહી પુસ્તકો તરફ વળવાનો સંદેશ આપનાર કલાકાર અને વાંચનપ્રેમી રિધી શેઠ દ્વારા આ જ વિચારને આગળ ધપાવતાં બાળદિન નિમિત્તે એક અનોખી બુક ક્લબ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આજે સાંજે 5 થી 6-30 દરમિયાન Cafelito Cafe,JCR,, ઠેબા ચોકડી, જામનગર ખાતે આયોજીત આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ વાંચનનો શોખ ધરાવતા, નિયમિત પુસ્તકો વાંચતા તેમજ વાંચનની નવી શરૂઆત કરવા ઇચ્છતા સમાન વિચારધારા ધરાવતા લોકોને એક મંચ પર લાવવાનો છે.

આ કોઈ ઔપચારિક પુસ્તક સમીક્ષા કે વ્યાખ્યાનનો કાર્યક્રમ નથી, પરંતુ પુસ્તકો, પોતાનાવર્તમાન વાંચન, વિચારો અને રસપ્રદ સંવાદોની આપ-લે દ્વારા નવા મિત્રો અને વાંચનપ્રેમીઓને જોડવાનો એક નાનકડો પ્રયાસ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular