Thursday, November 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં 379 નંગ વિદેશી દારૂના ચપટા સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાં 379 નંગ વિદેશી દારૂના ચપટા સાથે શખ્સ ઝડપાયો

કુલ રૂા. 37,900નો મુદામાલ કબ્જે કરતી પોલીસ : સપ્લાયરની શોધખોળ

જામનગર શહેરમાં મારૂ કંસારા હોલ પાછળ મંગલધામ સોસાયટી નજીક વાડામાંથી પોલીસે એક શખ્સને 379 નંગ વિદેશી દારૂના ચપટા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં મારૂ કંસારા હોલ પાછળ આવેલી મંગલધામ સોસાયટી નજીકમાં આવેલા વાડામાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ પોલીસે રેઇડ દરમ્યાન મંગલસિંહ બહાદૂરસિંહ જાડેજા નામના શખ્સને કુલ રૂા. 37,900ની કિંમતના 379 નંગ વિદેશી દારૂના ચપટા સાથે ઝડપી લીધો હતો. સપ્લાયર તરીકે સાહિલ મોદીનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular