કલ્યાણપુર તાલુકાના ચુર ગામે રહેતા દિવ્યેશ ઉર્ફે દિલીપ હરિરામ કાનદાસ ગોંડલિયા (ઉ.વ.37) નામના યુવાને પોતાના મકાનના ફળિયામાં ગાંજાનું વાવેતર કરતા આ અંગે જિલ્લાના એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ સ્ટાફે દરોડાની કાર્યવાહી કરી શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં આ સ્થળેથી પોલીસને કુલ રૂ. 1,05,550ની કિંમતનો 2 કિલો 111 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે આરોપી દિવ્યેશ ઉર્ફે દિલીપ ગોંડલિયા સામે એનડીપીએસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એન. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.


