Thursday, November 5, 2026
Homeરાજ્યહાલારશખ્સે ફળિયામાં ગાંજાનું વાવેતર કર્યું

શખ્સે ફળિયામાં ગાંજાનું વાવેતર કર્યું

શખ્સે ફળિયામાં ગાંજાનું વાવેતર કર્યું

કલ્યાણપુર તાલુકાના ચુર ગામે રહેતા દિવ્યેશ ઉર્ફે દિલીપ હરિરામ કાનદાસ ગોંડલિયા (ઉ.વ.37) નામના યુવાને પોતાના મકાનના ફળિયામાં ગાંજાનું વાવેતર કરતા આ અંગે જિલ્લાના એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ સ્ટાફે દરોડાની કાર્યવાહી કરી શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

પોલીસ તપાસમાં આ સ્થળેથી પોલીસને કુલ રૂ. 1,05,550ની કિંમતનો 2 કિલો 111 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે આરોપી દિવ્યેશ ઉર્ફે દિલીપ ગોંડલિયા સામે એનડીપીએસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એન. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular