Thursday, November 5, 2026
Homeરાજ્યહાલારપેટનો દુ:ખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિણીતાનું મોત

પેટનો દુ:ખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિણીતાનું મોત

જામનગર તાલુકાના ચાંપાબેરાજાની સીમમાં બનાવ : ખાનગી હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસે હાથ ધરી કાર્યવાહી

જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતીને અચાનક પેટમાં દુ:ખાવો તથા શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામના વાડી વિસ્તારમાં રહેતી ભાવિષાબેન સંજયભાઇ કારાવદરા (ઉ.વ.26) નામની પરિણીત મહિલાને ગઇકાલે વહેલી સવારના અરસામાં તેના ઘરે અચાનક પેટમાં દુ:ખાવો અને શ્વાસ  લેવામાં તકલીફ થવાથી યુવતીને સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા પોપટભાઇ ઓડેદરા દ્વારા જાણ કરવામાં આવતા પીઆઇ એચ. બી. ધાંધલિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular