કાલાવડ ગામમાં રહેતી મહિલાના નામે આવેલી ખેતીની જમીનનો વિડિયો ઉતારી સરકારી જમીન ઉપર દબાણના ખોટા આક્ષેપો કરી વિડિયો નહીં મૂકવાના રૂા. પચ્ચાસ હજારની માંગણી કરી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને બળજબરીથી રૂપિયા કઢાવવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ કાલાવડ ગામમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા રમેશભાઇ મોહનભાઇ દોંગા (ઉ.વ.44) નામના યુવાનની પત્નીના નામે કાલાવડ તાલુકાના જાલણસર ગામના રે.સ.નં. 285, (જૂના રે.સ.નં. 85/8/2)ની 1-63-60 ક્ષેત્રફળવળી જમીનનો કાલાવડના વાલશી ગઢવી નામના વ્યક્તિએ વિડિયો ઉતારી શ્રી સરકાર પડેલી જમીન ઉપર દબાણના ખોટા આક્ષેપો નાખી આ વિડિયો વાલશી ગઢવીના શ હજ્ઞદય સફહફદફમ 1 નામની ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર વિડિયો નહીં મૂકવા માટે રમેશભાઇ પાસેથી રૂા. 50,000ની માંગણી કરી હતી. રમેશભાઇએ રૂપિયા પચ્ચાસ હજાર ન આપતા વાલશીએ આ ખોટા આક્ષેપોનો વિડિયો તેની ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર મુકી યુવાનની પત્નીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે યુવાને કાલાવડ પોલીસ સ્ટેશનમાં વાલશી ગઢવી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


