Wednesday, November 4, 2026
Homeરાજ્યજામનગરદિવાળીના પર્વને લઇ જામનગરમાં વિવિધ પ્રકારના મુખવાસો ઉપલબ્ધ - VIDEO

દિવાળીના પર્વને લઇ જામનગરમાં વિવિધ પ્રકારના મુખવાસો ઉપલબ્ધ – VIDEO

દિવાળીના પર્વને લઇ જામનગરની બજારમાં ધીમે ધીમે ખરીદીનો ધમધમાટ જામી રહ્યો છે. આ સાથે મુખવાસની અવનવી વેરાયટીઓનું પણ બજારમાં આગમન થતાં લોકો તેની ખરીદી કરી રહ્યાં છે.

- Advertisement -

જામનગર શહેરમાં દિવાળીના પર્વને લઇ બજારમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે. કપડાં, મિઠાઇ, ફરસાણ, દીવડા, તોરણ, શણગારની વસ્તુઓ સહિતની અનેકવિધ ચીજવસ્તુઓનું બજારમાં વેચાણ થઇ રહ્યું છે અને શહેરીજનો તેની ખરીદીમાં લાગી ચૂકયા છે. નૂતન વર્ષના દિવસે ઘરે આવતાં મહેમાનોને શહેરીજનો મુખવાસથી મીઠું મોઢું કરાવી આવકારતા હોય છે. ત્યારે જામનગરની બજારોમાં અવનવી વેરાયટીઓના મુખવાસ જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને જામનગરના પ્રખ્યાત અને પરંપરાગત જામનગરી મુખવાસ ઉપરાંત વરિયાળી, ધાળાદાળ, તલ, મિઠી સુપારી, પાન મુખવાસ, રંગબેરંગી મુખવાસ, ખારેક, આમળા, ચોકલેટ સહિતના અનેક પ્રકારના મુખવાસોનું બજારમાં ઉપલબ્ધ થઇ ચૂકયું છે. આકર્ષક નાના પેકેટથી લઇ મોટા પેકેટમાં વિવિધ પ્રકારના મુખવાસ બજારમાં મળી રહ્યાં છે. હજૂ આગામી દિવસોમાં દિવાળીનું પર્વ નજીક આવતા મુખવાસની બજારોમાં વધુ ભીડ જામતી જોવા મળશે અને તહેવારોની રોનકમાં મુખવાસની મીઠી સુગંધ પણ ઉમેરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular