દિવાળીના પર્વને લઇ જામનગર શહેરમાં ફૂડ શાખા સતર્ક બની છે. ફૂડ શાખા દ્વારા મિઠાઇ, ફરસાણ સહિતની ખાદ્ય સામગ્રીઓના ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. દિવાળીના પર્વ દરમ્યાન મિઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રૂટ્સ સહિતની વસ્તુઓની ભારે માંગ રહેતી હોય છે. જેથી આ પર્વ દરમ્યાન ભારે માંગ વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને લોકોને શુદ્ધ ખાદ્યસામગ્રી મળી રહે તે માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાની સૂચના હેઠળ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા બુધવારે ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કાજુ, બદામ, અંજીર સહિતના સેમ્પલો પણ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા.
View this post on Instagram


