Wednesday, November 4, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ફટાકડાના સ્ટોલ પર પોલીસ, એસ્ટેટ શાખા અને ફાયર વિભાગનું ચેકિંગ -...

જામનગરમાં ફટાકડાના સ્ટોલ પર પોલીસ, એસ્ટેટ શાખા અને ફાયર વિભાગનું ચેકિંગ – VIDEO

દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે શહેરમાં ફટાકડાના સ્ટોલો શરૂ થયા છે. તેથી ફટાકડાના વેચાણ દરમ્યાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે હેતૂથી પોલીસ, એસ્ટેટ વિભાગ અને ફાયર શાખા દ્વારા સંયુકત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વેપારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

દિવાળીના પર્વ દરમ્યાન બાળકોથી લઇ યુવાનો મોટી સંખ્યામાં ફટાકડા ફોડતા હોય છે. જામનગર શહેરમાં હાલ અનેક સ્થળોએ ફટાકડાના વેચાણ માટેના સ્ટોલ શરૂ થઇ ચૂકયા છે. ત્યારે જામનગર સિટી ‘સી’ પોલીસ ડિવિઝન, જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ફટાકડાના સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન ફટાકડાના સ્ટોલના સ્થળ, વેપારીઓ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા, આગથી બચવા માટે રાખવામાં આવેલા સુરક્ષાના સાધનોની તપાસ કરવામાં આવી હતી. તેમજ ફટાકડાના સ્ટોલ ઉપર સલામતિના નિયમોનું પાલન થાય છે કે નહીં? અને આગ જેવી દુર્ઘટનાને પહોંચી વળવા માટે જરૂરી સાધનો ઉપલબ્ધ છે કે નહીં? તે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી હતી.

- Advertisement -

આ ચેકિંગ દરમ્યાન તંત્ર દ્વારા વેપારીઓને ફટાકડાના વેચાણ દરમ્યાન તકેદારી રાખવા અને સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular