Wednesday, November 4, 2026
Homeરાજ્યજામનગરઆધુનિક યુગમાં પણ કેલેન્ડર અને પંચાગનું મહત્વ યથાવત - VIDEO

આધુનિક યુગમાં પણ કેલેન્ડર અને પંચાગનું મહત્વ યથાવત – VIDEO

બજારોમાં કેલેન્ડર, પંચાગ, તારીખીયા, હિસાબી ચોપડાનું વેચાણ

દિવાળીના પર્વને લઇ જામનગરની બજારોમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદીનો ધમધમાટ ચાલી રહ્યો છે. શહેરીજનો ઘરવખરી, સુશોભન, કપડા સહિતની વસ્તુઓનું બજારમાં વેંચાણ અને ખરીદી ચાલી રહી છે. આ સાથે વેપારીઓ હિસાબના ચોપડા ઉપરાંત પંચાગ, તારીખીયા સહિતની વસ્તુઓનો ઉપયોગ કરતા હોય તેનું પણ બજારમાં વેંચાણ થઇ રહ્યું છે. જોકે, કોમ્પ્યુટર અને આધુનિક ટેક્નોલોજીના યુગમાં આ પરંપરાગત સામગ્રીની લોકપ્રિયતા અને માંગમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે.

- Advertisement -

હાલ આધુનિક મોબાઇલ અને ટેકનોલોજીના યુગમાં સમયની સાથે સાથે લોકોની જીવન શૈલીમાં પણ અનેક પરિવર્તનો આવ્યા છે. મોબાઇલ, કોમ્પ્યુટર અને ડીઝીટલ માઘ્યમોના વધતા ઉપયોગને કારણે લોકો હવે તારીખ, વાર અને તહેવારની માહિતી એક કલીકમાં મેળવી શકે છે. તેમજ વેપારીઓ કોમ્પ્યુટરના માઘ્યમ થકી પોતાના હિસાબો રાખી શકે છે. આમ છતાં પણ હજુએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું અભિન્નઅંગ ગણાતા કેલેન્ડર, પંચાગ, તારીખીયાનું મહત્વ આજે પણ અકબંધ છે. બીજી તરફ વેપારીઓ આજે પણ રોજબરોજના હિસાબો માટે પરંપરાગત હિસાબના ચોપડા રાખે છે. એક સમયે ઘરોમાં દિવાલો ઉપર લટકાવેલા કેલેન્ડર અને પંચાગના પાના ફેરવી દિવસોની માહિતી મેળવવામાં આવતી હતી. આજે એજ માહિતી મોબાઇલ એપ્લીકેશન અને ઇન્ટરનેટના માઘ્યમથી ઉપલબ્ધ બની છે.

- Advertisement -

આ માટે કેલેન્ડર, પંચાગ સહિતની વસ્તુઓનું બજારમાં વેચાણ થઇ રહ્યું છે. જામનગરના ચાંદી બજાર રોડ, સેન્ટ્રલ બેંક રોડ, ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાં તેમજ વિવિધ બુક સ્ટોલ પર દિવાળીના તહેવાર નિમિત્તે પંચાંગ, તિથિ-તોરણવાળાં કેલેન્ડર, રોજમેળ, તારીખિયા અને રોજનીશી જેવી સામગ્રીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. એક સમયે દિવાળીના પર્વે ઘેરઘેર નવા વર્ષના પંચાંગ અને કેલેન્ડર ખરીદવાની પરંપરા હતી. વેપારીઓ અને વ્યવસાયિકો માટે રોજમેળ તથા રોજનીશી પણ મહત્ત્વની સામગ્રી ગણાતી હતી.

દિવાળીના અન્ય બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સરખામણીએ પંચાંગ, કેલેન્ડર અને રોજનીશી વેચાણ કેન્દ્રો પર ગ્રાહકોનો પ્રતિસાદ પ્રમાણમાં નબળો હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. તેમ છતાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને જાળવી રાખવા કેટલાક વેપારીઓ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ વેચાણ કેન્દ્રો ઉભાં કરવામાં આવ્યાં છે. આધુનિક યુગમાં પરંપરાગત પંચાંગ અને કેલેન્ડરની ઉપયોગિતા ધીમે ધીમે ઘટતી હોવા છતાં આ સામગ્રી હજુ પણ જૂની પેઢી અને પરંપરાના ચાહકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular