જામનગર શહેરના નાગના રોડ ઉપર રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવી ઘોડીપાસાનો જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે આઠ શખ્સને રૂા. 2,05,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ બાઇની વાડી પાસેના મકાનમાંથી ઘોડીપાસાનો અખાડા ચાલતા સ્થળે એલસીબીએ રેઇડ દરમ્યાન મહિલા સહિત આઠ શખ્સને રૂા. 83,100ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના નાગેશ્ર્વર પાર્ક વિસ્તારમાં કોળી સમાજની વાડી પાસે રહેતાં દિનેશ નાથા ગુજરિયાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી, ઘોડીપાસાનો જુગાર રમાડતા હોવાની મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન અજય નારણ મકવાણા, ઉમંગ પ્રકાશ ફલિયા, રવિ ભરત બારિયા, જેન્તી નરશી ઢાપા, શાહરુખ અબ્બાસ સમા, ફીરોઝ કાસમ કુરેશી, રાહુલ ભરત કનખરા નામના આઠ શખ્સોને રૂા. 85,200ની રોકડ રકમ, ઘોડીપાસાના બે નંગ અને રૂા. 1,20,000ની કિંમતની ચાર બાઇક મળી કુલ રૂપિયા 2,05,200નો મુદ્ામાલ કબ્જે કરી નાશી ગયેલા કિશન મનસુખ મકવાણા, ફિરોઝ ઉર્ફે પપ્પુ સુમરા, રવજી કોળી, ગુલમામદ ઉર્ફે બુચ મારૂ, ટીયો સુમરા, તૈયબ ઉર્ફે ટોયો, મિહીર ઉર્ફે મોઢિયો મુકેશ મુંજાર, અજય ઉર્ફે બાઠિયો કોળી, મેંદુભા ઉર્ફે ચાંદલો, કૌશિક જેઠવા અને દિનેશ નાથા ગુજરિયા સહિતના અગિયાર મળી કુલ 19 શખ્સો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર શહેરના ચૂનાના ભઠ્ઠા, બાઇની વાડી પાસે રહેતા મહિલાના મકાનમાં બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન ફિરોઝ હુશેન ખફી, એઝાઝ અહેમદ દેશરાણી, સાહિલ સિદિક હિંગોરા, કલ્પેશ જેશંગ રાઠોડ, શબ્બીર અબ્બાસ ખફી, મહમદહુશેન અબ્બાસ ખફી, ગોપાલ કિશન પરમાર અને સંચાલિકા મહિલા સહિતના આઠ શખ્સોને રૂા. 63,100ની રોકડ રકમ, ઘોડીપાસા તથા રૂા. 20 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂા. 83,100ના મુદામાલ સાથે મહિલા સહિતના સાત શખ્સોને ઝડપી લઇ નાશી ગયેલા આબિદ હનિફ આંબલિયા મળી આઠ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.


