Tuesday, November 3, 2026
Homeરાજ્યજામનગરભાણવડમાં આશરે 24 દિવસ પીવાનું પાણી નહીં મળતાં આક્રોશ - VIDEO

ભાણવડમાં આશરે 24 દિવસ પીવાનું પાણી નહીં મળતાં આક્રોશ – VIDEO

દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો છે, ત્યારે ભાણવડમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સામે આવી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં 22 થી 24 દિવસ વીતવા છતાં પાણી વિતરણ ન થતાં લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.

- Advertisement -

એક તરફ લોકો પાણીના એક-એક ટીપા માટે મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાણવડના ગાયત્રી નગરમાં પાણીનો વેફાડ જોવા મળતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોએ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી તાત્કાલિક પાણી વિતરણ શરૂ કરવાની માંગ કરી છે. પાણીની અછત વચ્ચે પાણીનો વેફાડ થતો હોવાના આક્ષેપથી નગરપાલિકાના પાણી વિતરણ વ્યવસ્થાપન સામે અનેક સવાલો ઊભા થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular