Monday, November 2, 2026
Homeરાજ્યહાલારદ્વારકામાં યુવાને શરીર પર છરીના ઘા ઝીંકી કર્યો આપઘાત

દ્વારકામાં યુવાને શરીર પર છરીના ઘા ઝીંકી કર્યો આપઘાત

બનાસકાંઠાના વતની યુવાને શરીરે છરીના ઘા ઝીંક્યા : પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસ

દ્વારકા નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતાં બનાસકાંઠાના વતની યુવાને તેના હાથે શરીર પર છરીના ઘા ઝીંકી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને મૂળ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વતની એવા દશરથભાઈ ઉર્ફે દિનેશભાઈ ધારશીભાઈ પરમાર (ઉ.વ.35) નામના યુવાને પીધેલી હાલતમાં કોઈ બાબતે પોતાના હાથે પોતાના શરીરે છરીના ઘા મારી આપઘાત કરી લીધો હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે મૃતકના પત્ની રેખાબેન દશરથભાઈ ઉર્ફે દિનેશભાઈ પરમાર દ્વારા જાણ કરાતા દ્વારકા પોલીસે યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવાને કયા કારણોસર આપઘાત કર્યો ? તે અંગેની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular