Monday, November 2, 2026
Homeરાજ્યહાલારરાવલના યુવાને અકળ કારણોસર દવા ગટગટાવી

રાવલના યુવાને અકળ કારણોસર દવા ગટગટાવી

ગામના સ્મશાન નજીક દવા પી આપઘાતનો પ્રયાસ : સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખસેડાયો : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા તપાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતાં યુવાને સ્મશાન પાસે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પરબતભાઈ પાલાભાઈ વાઘેલા (ઉ.વ.45) નામના યુવાને ગત તા.29 ઓક્ટોબરના રોજ રાવલ ગામના સ્મશાન પાસે કોઈ અગમ્ય કારણોસર દવા પી લેતા તેમને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની જશુબેન પરબતભાઈ વાઘેલા દ્વારા જાણ કરાતા કલ્યાણપુર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાત કરવાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular