Monday, November 2, 2026
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં હૃદયરોગના હુમલાથી બે પ્રૌઢના મોત

દ્વારકા જિલ્લામાં હૃદયરોગના હુમલાથી બે પ્રૌઢના મોત

ધતુરીયાના પ્રૌઢનું હાર્ટએટેકથી મોત : બોટ ખેંચતા સમયે પ્રૌઢને જીવલેણ હૃદયરોગનો હુમલો : પોલીસ દ્વારા કાર્યવાહી

કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામમાં રહેતાં આહિર પ્રૌઢને હ્રદયરોગનો હુમલો આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. દ્વારકાના આર કે બંદર વિસ્તારમાં રહેતાં મહારાષ્ટ્રના પ્રોૈઢ બોટને દરિયાકિનારે ખેંચતા હતાં તે દરમિયાન ઘાતક હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે રહેતા પીઠાભાઈ હમીરભાઈ નંદાણીયા (ઉ.વ.55) નામના પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવી જતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ગોવિંદભાઈ પીઠાભાઈ નંદાણીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

બીજો બનાવ, મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા મંગલભાઈ સોમાભાઈ દુબળા (ઉ.વ.52) નામના માછીમાર પ્રૌઢને ડાલ્ડા બંદર વિસ્તારમાં બોટને દરિયા કિનારા તરફ ખેંચી ખેંચતી વખતે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પ્રવીણભાઈ જીતેનભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular