કલ્યાણપુર તાલુકાના સુઇનેશ ગામનો યુવાન તેના બાઈક પર ભાટિયા-દ્વારકા હાઈ-વે પુરપાટ આવતી કારે પાછળથી ઠોકર મારતા યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના સુઈનેશ ગામના રહીશ પ્રતાપભાઈ નગાભાઈ ચારણ (ઉ.વ.30) નામના યુવાન જીજે-10-પી-1254 નંબરની મોટરસાયકલ પર બેસીને સુઈનેશ ગામના પાટીયા પાસેથી ભાટિયા-દ્વારકા હાઈવે રોડ પર જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી એમપી-13-એજે-8829 નંબરની મારુતિ સુઝુકી બ્રેઝા મોટરકારના ચાલકે પ્રતાપભાઈના મોટરસાયકલને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રતાપભાઈ ચારણને માથાના ભાગ ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે નંગાભાઈ હરિયાભાઈ ચારણની ફરિયાદ પરથી કારના ચાલક સામે બીએનએસ અને એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.


