Monday, November 2, 2026
Homeરાજ્યહાલારસાપરના વાડી વિસ્તારમાંથી યુવતી લાપત્તા

સાપરના વાડી વિસ્તારમાંથી યુવતી લાપત્તા

સાપરના વાડી વિસ્તારમાંથી યુવતી લાપત્તા

જામનગર તાલુકાના સાપર પાટીયા પાસે વાડી વિસ્તારમાં રહેતા ખેતમજૂર પરિવારની પુત્રી તેણીના ઘરેથી નિકળ્યા બાદ લાપત્તા થવાથી પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના આલોટ તાલુકાના પીપરખેડી ગામના વતની અને હાલ જામનગર તાલુકાના સાપર પાટીયાથી સાપર ગામની વચ્ચે આવેલી જયપાલસિંહ ઝાલાના ખેતરમાં મજૂરી કામ કરતા બાલુભાઈ રણછોડભાઈ સૂર્યવંશી નામના શ્રમિકની પુત્રી તેણીના ઘરેથી નિકળ્યા બાદ લાપત્તા થઈ ગઇ હતી ત્યારબાદ પુત્રીની તેણીના મિત્ર વર્તુળો અને સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે સિક્કા પોલીસે લાપત્તા યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular