Thursday, October 29, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં નોનવેજ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ 7 લોકોને ફૂડ પોઈઝનિંગની આશંકા, ફૂડ વિભાગની...

જામનગરમાં નોનવેજ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ 7 લોકોને ફૂડ પોઈઝનિંગની આશંકા, ફૂડ વિભાગની તપાસ શરૂ – VIDEO

પાંચ હાટડી વિસ્તારમાં ચિકન શાવરમા, ફ્રાઈડ રાઈસ અને ચિકન રોલ ખાધા બાદ ગ્રાહકોની તબિયત લથડી

જામનગર શહેરમાં નોનવેજ રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ સાત લોકોની તબિયત લથડવાની ઘટના સામે આવી છે. શહેરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલી નોનવેજ રેસ્ટોરન્ટમાં ચિકન શાવરમા, ચિકન ફ્રાઈડ રાઈસ અને ચિકન રોલ આરોગ્યા બાદ ગ્રાહકોની તબિયત બગડતાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અસરગ્રસ્ત લોકોને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે ફૂડ વિભાગ હરકતમાં આવ્યો છે અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરીને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલી એક નોનવેજ રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ સાત લોકોની તબિયત લથડી હતી. ગ્રાહકોએ ચિકન શાવરમા, ચિકન ફ્રાઈડ રાઈસ અને ચિકન રોલ સહિતની વાનગીઓ આરોગી હતી. ત્યારબાદ તેમની તબિયત બગડતાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. અસરગ્રસ્તોને ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ ઘટનાની જાણ થતાં જ ફૂડ વિભાગની ટીમે સંબંધિત રેસ્ટોરન્ટ ખાતે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિભાગ દ્વારા પાંચ અલગ-અલગ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલને પરીક્ષણ માટે મોકલવામાં આવશે અને તેના રિપોર્ટના આધારે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે.

- Advertisement -

આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની જાળવણી અને આરોગ્યપ્રદ વાતાવરણ સહિતની બાબતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -

ફૂડ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, સંબંધિત રેસ્ટોરન્ટમાં પાણીના રિપોર્ટ, હાઇજિન વ્યવસ્થા, પેસ્ટ કંટ્રોલ અને સાફ-સફાઈ સહિતની જરૂરી બાબતોની ચકાસણી કરવામાં આવશે. જરૂરી પ્રક્રિયા અને નિર્ધારિત શરતો પૂર્ણ થયા બાદ જ રેસ્ટોરન્ટ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા પાંચ ખાદ્ય પદાર્થોના સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો તપાસમાં ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનો ભંગ થયાનું સામે આવશે, તો નિયમોનુસાર દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular