Wednesday, October 28, 2026
Homeરાજ્યહાલારસ્ટ્રીટલાઇટના થાંભલા પરથી નીચે પટકાતા શ્રમિક યુવાનનું મોત

સ્ટ્રીટલાઇટના થાંભલા પરથી નીચે પટકાતા શ્રમિક યુવાનનું મોત

જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં સ્ટ્રીટલાઇટના થાંભલા ઉપર મજૂરીકામ કરતાં યુવાનનો પગ લપસતા નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચવાથી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જોડિયા ગામના નાનવાસ, નવી ગ્રામ પંચાયત પાસેના વિસ્તારમાં રહેતાં આફતાબભાઇ હાજીભાઇ પલેજા (ઉ.વ.31) નામનો યુવાન ગત્ તા. 25ના રોજ સાંજના સમયે જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં આવેલી પંચાયતની સ્ટ્રીટલાઇટના થાંભલા પર લાઇટ ફિટીંગ કરવા ચઢયો હતો ત્યારે અકસ્માતે આફતાબનો પગ લપસતા થાંભલા પરથી નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ શ્રમિક યુવાનને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા જોડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગઇકાલે સાંજના સમયે સારવાર દરમ્યાન તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા હાજીભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ સી. એલ. ચિહ્લા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular