કાલાવડ તાલુકાના મછલીવડ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન ચાર શખ્સને ઝડપી લઇ નાશી ગયેલા ચાર સહિતના આઠ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી રૂા. 3,83,500નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં સિક્કા ઉછાળી કાટ-છાપનો જુગાર રમતાં પાંચ શખ્સોને રૂપિયા 26,380ની રોકડ સાથે દબોચી લીધા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના મછલીવાડ ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની એલસીબીના અજયભાઇ વીરડા અને ભયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન એલસીબીની ટીમે રમીઝ ઓસમાણ નોઇડા, રાકેશ ઉર્ફે રાકલો છોટુ ભારેવાડિયા, વસીમ ઇસ્માઇલ નોઇડા, ભૂપતસિંહ રામસિંહ જાડેજા નામના ચાર શખ્સોને રૂા. 68,500ની રોકડ રકમ અને રૂા. 3 લાખની કિંમતના પાંચ બાઇક અને રૂા. 15 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 3,83,500નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ જુગાર રમવામાં સંજયસિંહ બાદુભા જાડેજા, રમેશ ઉર્ફે કારિયો ભીમજી રાખોલિયા, હિતેષ મોહન ગોહિલ, મનિષ નટુ સિતાપરા નામના ચાર શખ્સો નાશી ગયા હતા. જેના આધારે એલસીબીએ આઠ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર શહરેના શંકર ટેકરીના સુભાષપરા, શેરી નંબર બેમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં સિક્કા ઉછાળી કાટ-છાપનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન યુનુસ ઇબ્રાહિમ ખીરા, મોહસિન લતીફ સુમરા, હાજી સિદિક ખફી, દિનેશ મેરામ ધામેચા, વિપુલ કાંતિ નંદા નામના પાંચ શખ્સોને રૂા. 26,380ની રોકડ રકમ સાથે ઝડપી લઇ નાશી ગયેલા રહિમ ઉર્ફે નીન્ઢો ઇબ્રાહિમ ખીરા, સંદીપ ઉર્ફે કાલી વાઘેલા, અનવર ઉર્ફે અનુબાપુ, અલિયો ઉર્ફે દીગુડો મકરાણી સહિતના નવ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


