જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતાં મહિલાના મકાનના રૂમમાં ખાડો કરી દાટેલા સ્ટીલના ડબ્બામાંથી રૂા. 3.40 લાખની રોકડ રકમ શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામના પાદરમાં વાડી વિસ્તારમાં રહેતાં પ્રિયાબેન અરશીભાઇ બૈડિયાવદરા (ઉ.વ.40) નામના મહિલાના રહેણાંક મકાનમાં ગત્ તા. 9ના સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના સમય દરમ્યાન અમિત ઉર્ફે લાલો હમીર ડાંગર (રહે. ઈશ્વરીયા) નામના શખ્સે મહિલાના મકાનમાં ઘૂસીને રૂમમાં ડૂચામાં ખાડો કરી દાટેલા સ્ટીલના ડબ્બામાં રાખેલી રૂા. 3,40,000ની રોકડ રકમ ચોરી કરી ગયો હોવાની આશંકાએ શકદાર અમિત વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ એમ. એન. શેખ તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે શકદાર અમિત વિરૂદ્ધ ગુનો નોંધી પૂછપરછ તપાસ આરંભી હતી.


