Tuesday, October 27, 2026
Homeરાજ્યજામનગરજામનગરની હોસ્ટેલમાંથી સગીરનું અપહરણ

જામનગરની હોસ્ટેલમાંથી સગીરનું અપહરણ

જોડિયા તાલુકાના આણદા ગામમાં રહેતા યુવાનના તરૂણ પુત્રનું અજાણ્યો શખ્સ અપહરણ કરી ભગાડી ગયાના બનાવમાં પોલીસે બાળકની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જોડિયા તાલુકાના આણદા ગામમાં રહેતાં અને ખેતી કરતાં રૂપાભાઇ મૈયાભાઇ ઝાપડા નામના ખેડૂત આધેડના સગીર પુત્ર ગત્ તા. 26ના રોજ બપોરના સમયે જામનગરની સાધના કોલોની વિસ્તારમાં આવેલી આદર્શ નિવાસ હોસ્ટેલમાંથી કોઇને જાણ કર્યા વગર ચાલ્યો ગયો હતો. ત્યારબાદ સગીરની શોધખોળ કરવા છતાં કયાંય પત્તો ન લાગતાં આખરે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ એચ. વી. રોયલા તથા સ્ટાફે બાળકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular