Tuesday, October 27, 2026
Homeરાજ્યહાલારકેનેડી ગામે જુગારના અખાડા પર ત્રાટકી એલસીબી

કેનેડી ગામે જુગારના અખાડા પર ત્રાટકી એલસીબી

દ્વારકા જિલ્લામાં કેનેડી ગામે ચાલતા જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી હતી. રેઇડ દરમિયાન પોલીસે આઠ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂા.51,500ની રોકડ સહિત કુલ રૂા.82,000નો મુદામાલ કબ્જે કર્યો હતો.
જુગાર દરોડાની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બાતમીના આધારે રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યે દેવશી ગોવિંદ રાઠોડ નામના શખ્સના રહેણાંક મકાનમાં જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો. શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના ખેતરની ઓરડીમાં બહારથી માણસો ભેગા કરીને તેઓને લાઈટ, પાણી વિગેરે જેવી જુગાર રમવાની સુવિધાઓ પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારધામ પર એલસીબી પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ દરોડા દરમિયાન પોલીસે દેવશી ગોવિંદ રાઠોડ, પરસોતમ નાનજી કણજારીયા, રત્ના જેઠા કણજારીયા, જયેશ ટપુ કણજારીયા, ગોપાલ હીરા ખાણધર, ગોપાલ કાના કણજારીયા, ગોપાલ પ્રેમજી ડાભી અને કરસન અરજણ ચોપડા નામના આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 51,500 ની રોકડ રકમ તથા રૂ. 30,500 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂ. 82,000 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના એ.એસ.આઈ. કિશોરભાઈ નંદાણીયા, ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરની બાતમીના આધારે કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular