Tuesday, October 27, 2026
Homeરાજ્યહાલારઆરંભડાની મહિલાનું અગમ્યકારણોસર મોત

આરંભડાની મહિલાનું અગમ્યકારણોસર મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામના સીમ વિસ્તારમાં રહેતી મહિલાનું તેણીના ઘરે કોઇ કારણસર મોત નિપજ્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દ્વારકા જિલ્લાના ઓખાના આર. કે. બંદર વિસ્તારમાં રહેતાં માછીમાર યુવાનનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા શિલ્પાબેન રમેશભાઈ પટેલ (ઉ.વ.48) નામના મહિલા પોતાના ઘરે એકલા રહેતા હોય, કોઈ અગમ્ય કારણોસર તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની શૈલેષભાઈ દ્વારા જાણ કરવામાં આવતા મીઠાપુર પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, રાજસ્થાન રાજ્યના કોટા જિલ્લાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા કમલ ચંદ્રલાલ તલવાની (ઉ.વ.34) નામના માછીમાર યુવાનને કોઈ બીમારી સબબ ગત તા. 22 ના રોજ માછીમારી કરતી વખતે તબિયત લથડતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મહેશભાઈ દ્વારા કરવામાં આવતા ઓખા મરીન પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular