Saturday, October 17, 2026
Homeરાજ્યજામનગરહિન્દુ-મુસ્લિમ એકતા અને સેવાની મિસાલ, એકતા ગરબી મંડળ યોગેશ્વર ધામ ઢીચડા -...

હિન્દુ-મુસ્લિમ એકતા અને સેવાની મિસાલ, એકતા ગરબી મંડળ યોગેશ્વર ધામ ઢીચડા – VIDEO

ધાર્મિક આસ્થા સાથે માનવતાની અનોખી સેવા

જામનગરના ઢીચડા સ્થિત યોગેશ્વર ધામમાં આવેલું એકતા ગરબી મંડળ છેલ્લા 10થી 12 વર્ષથી ગરબીનું આયોજન કરીને ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતાનો સંદેશ આપી રહ્યું છે.

- Advertisement -

1,000 જેટલી બાળાઓ માટે મહાપ્રસાદનું આયોજન દર વર્ષે આસપાસની સોસાયટીઓની આશરે 1,000 બાળાઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત બાળાઓને ચણીયાચોળી અને પોશાકનું વિતરણ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

- Advertisement -

હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ આ ગરબી મંડળની વિશેષતા એ છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને તમામ કાર્યક્રમોમાં સહયોગ આપે છે. અહીં ધર્મ કરતાં માનવતા અને ભાઈચારાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
જુસબભાઈ કોટાઈની સેવાની પરંપરા આજે પણ જીવંત સેવાભાવી જુસબભાઈ કોટાઈએ આપેલા યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના પુત્રો સલીમભાઈ કોટાઈ અને જાફરભાઈ કોટાઈ પિતાની સેવાકીય પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. ગરબી મંડળના આયોજનમાં કોટાઈ પરિવારનો હંમેશાં સહયોગ રહે છે.

- Advertisement -

એકતા ગરબી મંડળ માત્ર ગરબીનું આયોજન નથી, પરંતુ હિન્દુ-મુસ્લિમ એકતા, ભાઈચારો, માનવતા અને સેવાભાવનાનું જીવંત ઉદાહરણ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular