Friday, October 16, 2026
Homeવિડિઓરાજ્ય સભાના નવનિર્વાચીત સાંસદ ધનરાજ નથવાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું- VIDEO

રાજ્ય સભાના નવનિર્વાચીત સાંસદ ધનરાજ નથવાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું- VIDEO

ખંભાળિયાના મૂળ વતની અને ઝારખંડ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના પુત્ર ધનરાજભાઈ નથવાણીની તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્ય ખાતે રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ વરણી થવા પામી છે. ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે જ નહીં, પરંતુ સમગ્ર હાલાર પંથક સાથે લાગણીનો સંબંધ ધરાવતા ધનરાજભાઈ નથવાણી દ્વારકામાં દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. ત્યારે ભગવાન દ્વારકાધીશમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા ધનરાજભાઈ નથવાણી રાજ્યસભાના સાંસદ બન્યા બાદ શુક્રવારે પ્રથમ વખત ખાસ દ્વારકા આવ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી પૂજન અર્ચન કર્યું હતું.

- Advertisement -

આ તકે મંદિરના વહીવટદાર અને જિલ્લા કલેકટર, દેવસ્થાન સમિતિના સભ્યો, જિલ્લા પોલીસ વડા, દ્વારકાના ડીવાયએસપી, પત્રકારો, અગ્રણીઓ વિગેરએ તેમનું સ્વાગત-સન્માન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular