કાલાવડ તાલુકાના ચેલાબેડી ગામનો વતની અને હાલ જામનગરના જીઆઇડીસ ફેઇઝ 2માં આવેલા કારખાનામાં નોકરી કરતા યુવાને રવેશિયા ડેમની બાજુમાં આવેલા ઇલેકટ્રીક પોલના એંગલમાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આત્મહત્યાના બનાવની વિગત મુજબ મૂળ કાલાવડ તાલુકાના ચેલાબેડીનો વતની અને હાલ જામનગરના જીઆઇડીસી ફેઇઝ 2ની સામે આવેલા મારૂતિ રેસિડેન્સીમાં રહેતા અને નોકરી કરતાં જયમીનભાઇ વીરજીભાઇ તાળા (ઉ.વ.35) નામના યુવાને ગઇકાલે બપોરના સમયે કાલાવડ તાલુકાના રવેશિયા ગામથી હંસ્થળ જવાના માર્ગ પર આવેલા ડેમની બાજુમાં 66 કે.વી. ઇલે. પોલના લોખંડના એંગલમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ જી. આઇ. જેઠવા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


