Saturday, October 10, 2026
Homeરાજ્યહાલારમજૂરી કામે જતા યુવાનનું ઘાતક હૃદયરોગના હુમલાથી મોત

મજૂરી કામે જતા યુવાનનું ઘાતક હૃદયરોગના હુમલાથી મોત

લાલપુર તાલુકાના કાનાલુસ ગામની સીમમાં રૂમેથી કામ પર જતાં શ્રમિક યુવક અચાનક છાતીમાં દુ:ખાવો થતા બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ઉત્તરપ્રદેશના બીજનોર જિલ્લાના ફૈઝુલ્લાપુરનો વતની અને હાલ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ગાગવાધાર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો મહોમ્મદ અમન અલ્લાઉદ્દીન અંસારી (ઉ.વ.26) નામનો યુવક ગત્ તા.5 ના રોજ સવારના સમયે તેના રૂમેથી કાનાલુસની સીમમાં એમ જી ગેઈટ પાસે પહોંચ્યો ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થવાથી બેશુદ્ધ થઇ પડી ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મહમ્મદ અયાન દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular