જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાનને બાઈક ચલાવવાની બાબતે બોલાચાલી અને ઝઘડો થતાં તે બાબતનું મનમાં લાગી આવતા તેના ખેતરે જઈ ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા સુધીરભાઈ જયંતીભાઈ કંબોયા (ઉ.વ.22) નામના શ્રમિક યુવકને બાઈક ચલાવવા બાબતે કોઇ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે બાબતનું મનમાં લાગી આવતા સુધીરભાઈએ ગત્ તા.8 ના રોજ વહેલસવારના સમયે કોટડાબાવીસી ગામની સીમમાં આવેલી જયેશભાઈની વાડી જઈ જ્યાં તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા જયંતીભાઈ દ્વારા જાણ કરાતા આર આર જાડેજા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.


