Friday, October 9, 2026
Homeરાજ્યજામનગરજિલ્લા પંચાયતના પ્રમુખની કારે ઠોકરે ચડાવતા બાઈકસવાર મહિલાનું મોત - VIDEO

જિલ્લા પંચાયતના પ્રમુખની કારે ઠોકરે ચડાવતા બાઈકસવાર મહિલાનું મોત – VIDEO

જામનગર-રાજકોટ હાઈ-વે પર ધ્રોલ પાસે જીલ્લા પંચાયત પ્રમુખની સરકારી કાર બાઈક સાથે અથડાતા પાછળ બેસેલી મહિલાનું મોત નિપજ્યાના બનાવમાં પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ ગામ નજીક જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીની જીજે-10-જીએ-0004 નંબરની કાર આજે સવારે પસાર થતી હતી ત્યારે જીજે-03-એડી-5087 નંબરની બાઈક અને સરકારી કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક અને પાછળ બેસેલા મહિલાને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક અને મહિલાને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં અકસ્માતમાં ઘવાયેલા ડાહીબેન ભનુભાઈ કણઝારીયા નામના મહિલાનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની જાણ થતા જીલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી સહિતના આગેવાનો ધ્રોલ દોડી ગયા હતાં અને આ બનાવ અંગેની જાણ થતા ધ્રોલ પોલીસે સ્થળ પર અને હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા તથા ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular