Friday, October 9, 2026
Homeરાજ્યહાલારઆઈસર ટેમ્પો ડીવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત

આઈસર ટેમ્પો ડીવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત

બાવળીદડ નજીક સપ્તાહ પૂર્વે અકસ્માત : ચાલક સહિત છ વ્યક્તિઓને ઈજા : એક યુવાનનું સારવાર દરમિયાન મોત : પોલીસ દ્વારા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

લાલપુર તાલુકાના ખટીયા ગામથી બાવળીદડ તરફ જતા રોડ પર તળાવ પાસેની ગોલાઈમાં આઈસર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ડીવાઈડર સાથે અથડાતા થયેલા અકસ્માતમાં ચાલક સહિત છ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. તે પૈકીના એક યુવાનનું ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતાં પરિવારના બે ભાઈઓ સહિતના શ્રમિકો ગત્ તા.1 ના રોજ બપોરના 11.30 વાગ્યાના અરસામાં જુમાભાઈ નુરમામદભાઈ હમીરાણીના આઈસર ટેમ્પો જીજે-05-એટી-1927 માં ખટીયાથી બાવળીદડ તરફ જતાં હતાં ત્યારે તળાવની ગોલાઈ પાસે આઈસર ચાલકે કાબુ ગુમાવી દેતાં ટેમ્પો રોડના ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાલક જુમાભાઈ, રાહુલભાઈ સોલંકી, સંજયભાઈ વાઘેલા, વિજયભાઈ સોલંકી, મુકેશ આભા સોલંકી અને વિરમભાઈ રામજીભાઈ વાઘેલા તથા માલદેભાઈ રામજીભાઈ વાઘેલા સહિતના છ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

જ્યાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત માલદેભાઈ રામજીભાઈ વાઘેલા નામના યુવાનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગેની મૃતકના પિતા રામજીભાઈ (ઉ.વ.65) દ્વારા જાણ કરાતા પીઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે આઈસર ટેમ્પો ચાલક જુમાભાઈ વિરૂધ્ધ ગુનો નોંધી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular