Friday, October 2, 2026
Homeરાજ્યજામનગરમંત્રી રિવાબા જાડેજા દ્વારા ખાદી ગ્રામોદ્યોગ ભવનમાંથી ખાદીના વસ્ત્રોની ખરીદી - VIDEO

મંત્રી રિવાબા જાડેજા દ્વારા ખાદી ગ્રામોદ્યોગ ભવનમાંથી ખાદીના વસ્ત્રોની ખરીદી – VIDEO

પૂજ્ય બાપુના 'સ્વદેશી' અને 'આત્મનિર્ભરતા'ના સંદેશને ચરિતાર્થ કરવા નાગરિકોને સ્થાનિક ખાદી ઉત્પાદનો ખરીદવા મંત્રીએ કરી અપીલ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના પાવન અવસરે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જામનગરના ખાદી ગ્રામોદ્યોગ ભવનની મુલાકાત લઈ ખાદીના વસ્ત્રોની ઉત્સાહભેર ખરીદી કરી હતી.

- Advertisement -

પૂજ્ય બાપુએ આઝાદીની ચળવળ સાથે ‘સ્વદેશી’ અને ‘આત્મનિર્ભરતા’નો જે અમૂલ્ય મંત્ર આપ્યો હતો, તેને પ્રોત્સાહન આપવાના આશયથી મંત્રીએ ખાદી ગ્રામોદ્યોગના વિવિધ ઉત્પાદનો અને વસ્ત્રોની પસંદગી કરી ખરીદી કરી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, ખાદી માત્ર વસ્ત્ર નથી પરંતુ ભારતની આત્મનિર્ભરતા, ગ્રામીણ સશક્તિકરણ અને સ્વાભિમાનનું પ્રતીક છે. સ્થાનિક કારીગરોને આર્થિક ટેકો આપવા સૌ નાગરિકોએ વધુમાં વધુ ખાદી ખરીદવી જોઈએ.

- Advertisement -

આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, મહામંત્રી વિજયસિંહ જેઠવા તથા ભાવેશભાઈ કાનાણી સહિતના સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ ખાદીની ખરીદી કરી સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહિત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular