જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.15,800ના મુદામાલ સાથે 7 શખ્સોને ઝડપી લીધા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની સુચીલભાઇ શિયારને મળેલી બાતમીના આધારે પીઆઇ એન.બી. ચૌહાણ, પીએસઆઇ બી.કે. ગોહિલ, એએસઆઇ ઓસમાણભાઇ સુમરા, હે.કો. સંજયભાઇ પરમાર, પો.કો. સુનીલભાઇ શિયાર, મહિલા પો.કો. શોભનાબેન છૈયા સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન સુનીલ કીશોર રોલીયા, ડાયા ઘેલા ધ્રાંગીયા, મહેશ બાબુ મકવાણા, વિમલ જીવા મકવાણા, નરશી મોહન મકવાણા, દિનેશ ભરત પરમાર, અજય નારણ મકવાણા સહિતના 7 શખ્સોને રૂા.15,800ની રોકડ રકમ અને ગંજીપના સાથે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


