Thursday, September 24, 2026
Homeરાજ્યજામનગરપીટી પરેડ કરતા સમયે બેશુઘ્ધ થઇ જતાં આર્મીમેનનું મોત

પીટી પરેડ કરતા સમયે બેશુઘ્ધ થઇ જતાં આર્મીમેનનું મોત

ઉત્તરપ્રદેશના વતની બુધવારે સવારે પીટી દરમિયાન બેશુઘ્ધ થઇ ગયા : નિત્યક્રમ મુજબ પીટી પરેડ : હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગર શહેરમાં ન્યુ જેલ રોડ પર આવેલા આર્મી એરીયામાં રહેતો આર્મીમેન પીટી પરેડ કરતા સમયે અચાનક બેશુઘ્ધ થઇ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ઉતર પ્રદેશના આગ્રા જિલ્લાના સંજી પેલેસ ગુંદુકનરા રોડના સૈનિક વિહાર કોલોનીનો વતની અને હાલ જામનગરમાં પવન ચકકી જેલ રોડ પર આવેલ આર્મી એરિયામાં 31 સિગ્નલ કંપનીમાં આર્મીમેન તરીકે ફરજ બજાવતા યશગીરસિંઘ નાથુસિંઘ યાદવ (ઉ.વ.47) નામના જવાન બુધવારે વહેલી સવારના 7 વાગ્યાના અરસમાં તેના નિત્યક્રમ મુજબ પીટી પરેડ કરવા ગયા હતાં આ પીટી પરેડ દરમિયાન અચાનક બેશુઘ્ધ થઇ જતાં જવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે વિજયકુમાર દ્વારા જાણ કરાતા હે.કો. વાય.એન. સોઢા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular