ખંભાળિયામાં રિક્ષામાં જઇ રહેલા મહિલાને અકસ્માત નડયો હતો. રિક્ષા આડે ખૂંટિયો ઉતરતા ગંભીર ઇજાઓ પહોંચતા
તેમનું મૃત્યુ નિપજયું હતું.
આ બનાવની મળતી વિગત મુજબ ખંભાળિયામાં ઘી ડેમ રોડ ઉપર આવેલી ગોકુળ રેસીડેન્સી-2 ખાતે રહેતા અનસુયાબેન રમેશભાઈ ધોકિયા (ઉ.વ.44) નામના મહિલા શનિવારે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે તેમના રીક્ષા આડે ખૂંટિયો ઉતરી આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેસેલા અનસુયાબેન નીચે પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સાગર રમેશભાઈ ધોકિયાએ અહીંની પોલીસને કરતાં પોલીસે મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


