Saturday, September 19, 2026
Homeરાજ્યજામનગરદરેડ ગામમાં મકાનમાંથી 492 નંગ વિદેશી દારૂના ચપલા ઝડપાયા

દરેડ ગામમાં મકાનમાંથી 492 નંગ વિદેશી દારૂના ચપલા ઝડપાયા

આરોપી હાજર ન મળી આવતા તેની શોધખોળ

દરેડ ગામે મકાનમાંથી પંચ ‘બી’ પોલીસે 492 નંગ વિદેશી દારૂના ચપલા ઝડપી લીધા હતા. રેઇડ દરમ્યાન આરોપી હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના દરેડ ગામમાં આવેલી 100 ખોલીની પાછળ, ખુલ્લા પ્લોટ પાસે, સરકારી નિશાળની બાજુમાં રણજિતસિંહ બહાદૂરસિંહ જાડેજાના મકાનમાં દારૂના ચપટા વેચાણઅર્થે રાખ્યા હોવાની પંચ ‘બી’ના એએસઆઇ શૈલેન્દ્રસિંહ જાડેજા તથા પો.કો. જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને લાલપુર મદદનિશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન મુજબ પંચ ‘બી’ પીઆઇ વી. જે. રાઠોડ, એએસઆઇ એસ. એસ. જાડેજા, હે.કો. પ્રદીપસિંહ જાડેજા, પો.કો. જયપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ રાઠોડ, રાજદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 61,500ની કિંમતના 492 નંગ વિદેશી દારૂના ચપટા સહિતનો મુદામાલ ઝડપી લીધો હતો. રેઇડ દરમ્યાન આરોપી રણજિતસિંહ બહાદૂરસિંહ જાડેજા હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular