જામનગર પંચકોશી એ ડિવિઝન વિસ્તારમાં થયેલ ડીઝલની ચોરીના કેસમાં રાજકોટ રેંજ ટીમે ત્રણ શખ્સોને ઝડપી લઇ કુલ રૂા.41,50,504 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ રાજકોટ વિભાગ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલીપ્તરાય દ્વારા રાજકોટ રેંજ હસ્તકના જિલ્લાઓમાંથી પસાર થતાં હાઇવે રોડ ઉપર હોટલ અને કમ્પાઉન્ડ તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ વિરૂઘ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપી હોય રાજકોટ રેંજ પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેંજ પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, પરેશભાઇ સાજવા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
View this post on Instagram
આ દરમિયાન જામનગર જિલ્લાના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જાંબુડા સીમ શ્રીનાથજી પાર્ક રિઘ્ધિ સિઘ્ધી ઇન્ડસ્ટ્રીઝ લોટન 90 પાસે યશ રોડલાયન્સ ટ્રાન્સપોર્ટ પેઢી મારફતે ભરી આપેલ ડીઝલનો જથ્થો નિશ્ર્ચીત કરાયેલ જગ્યાએ ન પહોંચાડી પોતાના અંગત ફાયદા સારૂ ટ્રાન્સપોર્ટ પેઢીની જાણ બહાર ટેન્કરનું સીલ તોડી ડીઝલ ચોરી કરી સીલ પરત ફરી લગાવી ચોરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ગોપાલ ભુરા સરસીયા, ભરત ભુરા સરસીયા અને અરૂણ લાલમણી યાદવ નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. અને તેમની પાસેથી જીજે10 બીવી 2287 નંબરનું ડીઝલ સાથેનું ટેન્કર, જીજે10 બીપી 7262 તથા જીજે10 ઇકે 6504 નંબરના બે મોટરસાઇકલ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂા.41,50,504 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


