યાત્રાધામ દ્વારકામાં આજે વરસાદી વાતાવરણ વચ્ચે દ્વારકાધીશ જગત મંદિર પર અડધી કાઠીએ ધજારોહણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે 150 ફૂટ ઊંચા શિખર પર દરરોજ ધજારોહણ કરવામાં આવે છે, પરંતુ ભારે વરસાદ, ભવન કે વાવાઝોડા જેવી સ્થિતિમાં હવામાનને ધ્યાનમાં રાખીને અડધી કાઠીએ ધજારોહણ કરવામાં આવે છે. આજે વરસાદી માહોલના કારણે મંદિર પર અડધી કાઠીએ ધજા ચઢાવવામાં આવી હતી.
View this post on Instagram


