Wednesday, September 9, 2026
Homeમનોરંજનસોશિયલ મીડિયા પર છવાયો 80ના દાયકાનો retro જાદુ…! કોઈજ અઘરા પ્રોમ્પ્ટ વગર...

સોશિયલ મીડિયા પર છવાયો 80ના દાયકાનો retro જાદુ…! કોઈજ અઘરા પ્રોમ્પ્ટ વગર બનાવવાની સરળ રીત જાણો..

આજે સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મ પર સ્ક્રોલ કરવાનું શરૂ કરો એટલે એવું જ લાગે જાણે સમયનું ચક્ર 40 વર્ષ પાછળ ઘૂમી ગયું છે. 80ના દાયકાની એ ખાસ ‘Retro’ ફેશન, હેડસ્ટાઈલ, ફિલ્મી ગ્રેઈન્સ અને કલર ટોન સાથેની તસવીરોથી આખું સોશિયલ ફીડ ભરાઈ ગયું છે. આ ટ્રેન્ડ સારો છે કે ખરાબ, કે પછી ક્ષણિક ક્રેઝ છે તેની કોઈને ખબર નથી; પરંતુ એક વાત ચોક્કસ છે કે આ ટ્રેન્ડ જોવાની અને તેનો ભાગ બનવાની લોકોને ખૂબ મજા આવી રહી છે.

- Advertisement -

નેતાથી લઈને અભિનેતાઓ પણ રંગાયા retro ટ્રેન્ડમાં
 
આ ટ્રેન્ડની ખાસિયત એ છે કે તે માત્ર યુવાનો કે કન્ટેન્ટ ક્રિએટર્સ પૂરતો સીમિત નથી રહ્યો. બૉલીવુડ અને પ્રાદેશિક સિનેમાના જાણીતા અભિનેતાઓથી લઈને દેશના રાજકારણીઓ અને નેતાઓ પણ પોતાની 80s લુક વાળી તસવીરો શેર કરી રહ્યા છે. જૂના જમાનાની બેલ-બોટમ પેન્ટ, વિન્ટેજ ચશ્મા, મોટી મુછો અને તે સમયના ખાસ ફોટોગ્રાફી ફિલ્ટર્સ સાથેની આ તસવીરો ઈન્ટરનેટ પર ભારે વાઈરલ થઈ રહી છે.

- Advertisement -

- Advertisement -

AI પ્રોમ્પ્ટનો ભ્રમ અને સરળ ઉપાય

ઘણા લોકો આ પ્રકારની ટ્રેન્ડી તસવીરો બનાવવા માટે જટિલ AI ‘પ્રોમ્પ્ટ’ (Prompt) શોધવામાં હેરાન થઈ રહ્યા છે. લોકો માને છે કે આ માટે કોઈ ખાસ કોડિંગ કે અઘરા ટેકનિકલ શબ્દોની જરૂર છે. પરંતુ હકીકતમાં આ પ્રક્રિયા અત્યંત સરળ છે.
તમારે કોઈ અઘરા અંગ્રેજી પ્રોમ્પ્ટ લખવાની બિલકુલ જરૂર નથી. તમારે ફક્ત કોઈપણ AI ઈમેજ ટૂલ કે એપને આપણી સાદી ભાષામાં એટલું જ સમજાવવાનું છે:“આ ફોટોને અત્યારે ચાલી રહેલા 80s ના retro trend મુજબ બનાવી આપો.”બસ, આટલી સરળ સૂચના આપતાં જ AI ક્ષણવારમાં તમારી તસવીરને 80ના દાયકાના વિન્ટેજ લુકમાં રજૂ કરી દે છે.

ટેકનોલોજી અને AI ના આ યુગમાં ભૂતકાળની યાદોને ફરી જીવંત કરવાનો આ પ્રયાસ લોકો માટે એક ઉત્તમ મનોરંજન સાબિત થયો છે. ડિજિટલ દોડધામ વચ્ચે 80ના દાયકાની સરળતા અને તેની ખાસ શૈલી લોકોને એક અલગ જ આનંદ આપી રહી છે. ટ્રેન્ડ ભલે ગમે તેટલો સમય ચાલે, પણ હાલ તો આખી સોશિયલ મીડિયાની દુનિયા આ સફરની ભરપૂર મજા માણી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular