Tuesday, August 25, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને જિલ્લામાં નવ જુગાર સ્થળે પોલીસના દરોડા

જામનગર શહેર અને જિલ્લામાં નવ જુગાર સ્થળે પોલીસના દરોડા

જુગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના રણજિતનગર, જૂનો હૂડકો, એન્જલ ચોક, આઇ-વનની સામે જાહેરમાં જુગાર રમાતા સ્થળે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન સુરેશ નારણ પરિયાણી, કિશોર ઉર્ફે કિશન જગદિશ રાઠોડ, રોહિત તુલસીગીરી ગૌસ્વામી, રજાક ઓસમાણ મકરાણી, અહેમદહુસેન અક્રમ યુસુફ સફિયા, રાજેશ માધુ ડોણાસિયા, દર્શન જયેન્દ્ર સોમૈયા, રાજ વિમલ ગણાત્રા, જયપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર નામના આઠ શખ્સોને રૂા. 25,370ની રોકડ રકમ અને ગંજીપતા તથા જીજે10 ઇએ 5357, જીજે10 ડીએમ 6231 અને જીજે10 સીકયુ 1817 નંબરના ત્રણ બાઇક મળી કુલ રૂપિયા 1,05,370નો મુદ્ામાલ કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો જામનગર તાલુકાના દડિયા ગામમાં જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમાતા સ્થળે પંચકોષી ‘બી’ ડિવિઝન સ્ટાફે રેઇડ દરમ્યાન રાજુ નાથા નંદા, પૃથ્વીરાજ પ્રેમજી ચોૈહાણ, અનિલ કાના ધ્રાવત, ડાયા ધના ધ્રાંગિયા, કિશોર ચંદુ સોલંકી, હર્ષદ ચંદુ લખિયર, સંદીપ અમૃતલાલ નંદા, બાબુ દેવા ધ્રાંગિયા નામના આઠ શખ્સોને રૂપિયા 45,540ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો લાલપુર તાલુકાના સણોસરા ગામમાંથી તીનપતી રમતા કુલદીપ અનિલ ગાગલિયા, આશિષ મેરગ ગાગલિયા, જીજ્ઞેશ સોમાત ગાગલિયા નામના ત્રણ શખ્સોને લાલપુર પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 10,380ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

લાલપુર તાલુકાના સણોસરી ગામમાંથી જુગાર રમતા દેવરખી સોમાત ડાંગર, મુકેશ ગોગન ખોડભાયા, ભરત સવદાસ ખોડભાયા, રમેશ ધાના ખવા, છગન અરજણ વાઘ, મુકેશ ભીખા વાઘ નામના 6 શખ્સોને રૂા. 4220ની રોકડ સાથે લાલપુર પોલીસે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી જુગાર રમતાં સુખદેવસિંહ ગુલાબસિંહ ઝાલા અને રાજુ પાલા કરમુર નામના બે શખ્સોને મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 13,250ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

છઠ્ઠો દરોડો જામનગર શહેરના મોહનનગર, આવાસ પાસે તીનપત્તીનો જુગાર રમતાં દીપ જીતેશ ચિકણી, રાજેશ અમૃત સેતાપરિયા અને પાંચ મહિલા સહિત સાત શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 10,250ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો આઠમો દરોડો જામનગર શહેરના ગોકુલનગરના અયોધ્યાનગર, શેરી નંબર આઠમાંથી સિટી ‘સી’ ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન દીપકસિંહ ઓધુભા જાડેજા અને ચાર મહિલા સહિત પાંચ શખ્સોને રૂા. 12,250ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.

આઠમો દરોડો જામનગર શહેરના 56-દિ. પ્લોટ વિસ્તારમાં તીનપતીનો જુગાર રમતાં શશીકાંત મુકેશ ગોરી, શંકર ગોપાલદાસ ગજરા, ભાવેશ ત્રિકમ ગજરા, દીપક દેવીદાસ હિરાણી નામના ચાર શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 2470ની રોકડ રકમ તથા ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નવમો દરોડો કાલાવડ તાલુકાના લલોઇ ગામના દેવીપૂજક વાસમાં જુગાર રમાતા સ્થળેથી કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રેઇડ દરમ્યાન રૂપસિંહ બાધુ સાડમિયા, રામજી ભીખા સાડમિયા, પુના ભુપત વાઘેલા, સંજય રૂપસિંઘ સાડમિયા, રાયધન ધારશી વાઘેલા, ભાવેશ દાજી સાડમિયા, કિશોર રૂપસિંઘ સાડમિયા નામના સાત શખ્સોને રૂા. 2070ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular