Tuesday, August 25, 2026
Homeરાજ્યજામનગરજામનગર યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ, પ્રથમ દિવસે જ મળ્યો રૂ.1,825નો ભાવ...

જામનગર યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ, પ્રથમ દિવસે જ મળ્યો રૂ.1,825નો ભાવ – VIDEO

જામનગરના યાર્ડમાં નવી મગફળીની સિઝનની આજથી શરૂઆત થઈ છે. સિઝનની પ્રથમ આવક તરીકે યાર્ડમાં પાંચ ગુણી નવી મગફળીની આવક નોંધાઈ હતી. ખાસ વાત એ છે કે પ્રથમ દિવસે માત્ર એક જ ખેડૂત નવી મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા હતા.

- Advertisement -

ચંદ્રગઢ ગામના ખેડૂત ગીરધરભાઈ સભાયા પાંચ ગુણી નવી મગફળી સાથે જામનગર યાર્ડમાં પહોંચ્યા હતા. સિઝનની પ્રથમ મુરત હોવાથી તેમની મગફળીની આવકને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ નવી મગફળીની ખરીદી શરૂ થતાં યાર્ડમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisement -

પ્રથમ મુરતના દિવસે નવી મગફળીનો એક મણનો ભાવ રૂ. ૧,૮૨૫ નોંધાયો હતો. શરૂઆતના તબક્કામાં મળેલા આ ભાવને સારો ભાવ ગણાવી ખેડૂત ગીરધરભાઈ સભાયાએ ખુશી વ્યક્ત કરી હતી. સામાન્ય ભાવની સરખામણીએ શરૂઆતમાં જ સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ આશાવાદ જોવા મળી રહ્યો છે.

હાલ નવી મગફળીની આવકની શરૂઆત થઈ હોવાથી યાર્ડમાં આવકનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પ્રથમ દિવસે માત્ર પાંચ ગુણીની આવક નોંધાઈ છે. આગામી દિવસોમાં ખેતરોમાંથી નવી મગફળીની આવક વધતા યાર્ડમાં આવકમાં પણ વધારો થવાની શક્યતા છે. જો કે તેને 2 સપ્તાહ કે તેથી વધુનો સમય લાગી શકે છે.

- Advertisement -

સિઝનની શરૂઆતમાં ખેડૂતોને સારો ભાવ મળતા આગામી દિવસોમાં મગફળીના ભાવને લઈને ખેડૂતોની આશા વધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular