Monday, August 24, 2026
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં કાશી વિશ્વનાથ મહાદેવની પાલકી યાત્રા - VIDEO

છોટીકાશીમાં કાશી વિશ્વનાથ મહાદેવની પાલકી યાત્રા – VIDEO

‘છોટીકાશી’ તરીકે સુપ્રસિદ્ધ જામનગરમાં શ્રાવણ માસના બીજા સોમવારે કાશી વિશ્વનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાઇ હતી. આ પાલખી યાત્રાનો ખેત્રીફળી, ખવાસ જ્ઞાતિની વાડીએથી પ્રારંભ થયો હતો. શહેરના વિવિધ માર્ગો પર ફરી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થઇ હતી.

- Advertisement -

છોટી કાશીનું ઉપનામ ધરાવતી પવિત્ર નગરી જામનગરમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે સુપ્રસિદ્ધ 133 વર્ષ જૂના કાશી વિશ્વનાથ મહાદેવની પાલખી યાત્રાનું કાશી વિશ્વનાથ યુવક મંડળ (સમસ્ત ખવાસ રજપૂત સમાજ – જામનગર) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જે બપોરે ખેત્રીફળી ખવાસ જ્ઞાતિની વાડી, નાગનાથ ગેઇટ જામનગર ખાતેથી પ્રારંભ થયો હતો અને સવાભાઈની શેરી, કરશનભાઈનો ચોક, દેવુભાનો ચોક, ચારણ ફળી, દાવલશાહ ફળી, શાક માર્કેટ, ઉપલું દાવલશા ફળી, દીપક ટોકીઝ, ચૌહાણ ફળી, તળાવ ફળી, પંચેશ્ર્વર ટાવર, સુપર માર્કેટ, બેડી ગેટ સહિતના માર્ગો પર થઇ કાશી વિશ્વનાથ મંદિર ખાતે પૂર્ણ થઇ હતી. આ પાલખી યાત્રાનું વિવિધ સ્થળએ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શાસક પક્ષના નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવીણાબેન રૂપડિયા, કોર્પોરેટર આશાબેન રાઠોડ, નિલેશભાઇ હાડા, પૂર્વ ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular