સચાણા ગામમાં ધક્કા નંબર 13 પાસેથી પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે ગેરકાયદેસર માટી ખનન ઝડપી લઇ ટ્રેકટર, જેસીબી સહિત 93 વાહનો સહિત કુલ રૂપિયા 2,83,957નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગરના સચાણા ગામમાં ધક્કા નંબર 13 પાસે ગેરકાયદેસર રીતે માટી ખનન થતું હોવાનું પંચકોષી ‘એ’ ડિવિઝનના પીઆઇ આઇ.એ.ધાસુરા સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક પીયૂષ વાંદાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરોડો પાડયો હતો. જેમાં જીજે10 ડીજે 6477 નંબરનું મિની ટ્રેકટર, જીજે10 ડીએ 6450 નંબરનું ટ્રેકટર, જીજે10 સીઇ 6218 નંબરના જેસીબીથી બિનઅધિકૃત રીતે માટી ખનન કરતાં શખ્સોને તથા માટીની હેરાફેરી ઝડપી લીધી હતી. કુલ રૂા. 2,83,957નો મુદ્ામાલ કબ્જે કરી ખાણ ખનિજ અધિકારીને જાણ કરી મુદામાલ ખાણ ખનિજ અધિકારીને સોંપી આપ્યો હતો.


