Wednesday, September 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વૃદ્ધની હત્યા મામલે ડીવાયએસપીએ આપી વિગતો... - VIDEO

જામનગરમાં વૃદ્ધની હત્યા મામલે ડીવાયએસપીએ આપી વિગતો… – VIDEO

જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં ઉછીના રૂપિયા આપવાની ના પાડતા મિત્રએ જ તેના વૃદ્ધ મિત્ર ઉપર છરીના ઘા ઝિંકી હત્યા નિપજાવ્યાના બનાવમાં ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી, પારસી કબ્રસ્તાન પાસે રહેતા ચંદ્રસિંહ મેરૂજી જાડેજા (ઉ.વ.60) નામના વૃદ્ધએ તેના જ વિસ્તારમાં રહેતાં તેના મિત્ર હુસેન સંધી પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. રવિવારે રાત્રિના સમયે આ રૂપિયાની ઉઘરાણી કરવા ચંદ્રસિંહ રાઠોડના ઘરે હુસેન ઇસ્માઇલ સંધી નામનો શખ્સ ગયો હતો અને તે દરમ્યાન ચંદ્રસિંહે રૂપિયા આપવાની ના પાડતાં મામલો ઉગ્ર બન્યો હતો. જ્યાં હુસેને ઉશ્કેરાઇને ચંદ્રસિંહને છરીનો ઘા ઝિંકી દેતા ચંદ્રસિંહ ત્યાં જ ઢળી પડયા હતાં. ત્યારબાદ જીવલેણ હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યાના બનાવ અંગે મૃતક વૃદ્ધના માનેલા ભાભી લક્ષ્મીબેન લખુભા ચૌહાણ દ્વારા જાણ કરાતા પીઆઇ એચ. વી. રાઠોડ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્ર હુસેન ઈસ્માઇલ સંધી નામના શખ્સની ધરપકડ કરી અને પૂછપરછ આરંભી અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular