Monday, August 24, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં દારૂ અંગે પોલીસના સાત સ્થળોએ દરોડા

જામનગર શહેર-જિલ્લામાં દારૂ અંગે પોલીસના સાત સ્થળોએ દરોડા

જામનગર શહેરના 58 દિ.પ્લોટ વિસ્તારમાં અવાવરુ દુકાનમાં દારૂનું વેંચાણ કરતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન 96 બોટલ સાથે શખ્સને ઝડપી લઈ ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના 58 દિ.પ્લોટ વિસ્તારમાં હિંગળાજ ચોક, ગોળના ગોડાઉન પાસે અવાવરુ દુકાનમાં ઈંગ્લીશ દારૂનું વેંચાણ થતું હોવાની હેકો યુવરાજસિંહ જાડેજા, એએસઆઈ યશપાલસિંહ જાડેજા, હેકો વનજરાભાઈ ખવડને મળેલી સંયુકત બાતમીના આધારે સિટી સી ડીવીઝનના પીઆઇ એચ.વી. રાઠોડ, પીએસઆઈ આર.એલ. કંડોરીયા, એએસઆઈ યશપાલસિંહ જાડેજા, રાજેશભાઈ બથવાર, હેકો યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, વનરાજભાઈ ખવડ, રવિકુમાર બુજડ, પ્રવિણભાઈ પરમાર, પો.કો. હોમદેવસિંહ જાડેજા, જયપાલસિંહ ડોડિયા, હાર્દિકભાઈ ગાગીયા, કૃષ્ણપાલસિંહ જાડેજા અને મહિલા પો.કો. સોનલબેન પરમાર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ધવલ દિપક જાદવ નામના શખ્સને રૂા.68,276 ની કિંમતની 96 બોટલ દારૂ સાથે ઝડપી લઈ પુછપરછ કરતા આ દારૂનો જથ્થો રમેશ ઉર્ફે રમલો મારૂતિ મંગલદાસ હરવાળા, યશ મંગે અને ભાવિકે ઉર્ફે છાબો ભદ્રા નામના ત્રણ શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાંથી મેઘપર પોલીસે શ્રવણકુમાર રવજીરામ કોદરી (રાજસ્થાન) નામના શખ્સને આંતરીને તલાસી લેતા રૂા.3000ની કિંમતની 5 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરના એરપોર્ટ પાસેથી પસાર થતી જીજે-03-કેપી-2086 નંબરની ફોર્ચ્યુનર કારને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.15,912 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે પોરબંદરના મેહુલ પ્રવિણચંદ્ર થાનકી નામના શખ્સને કાર અને દારૂ મળી કુલ રૂા.1,15,912 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો, જામનગરના ઢીચડા રોડ પર નિલકંઠ પાર્ક પાસેથી પસાર થતા પુષ્પરાજસિંહ મંગળસિંહ જાડેજા અને અમર પ્રફુલ્લ પટેલ નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2584 ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

- Advertisement -

પાંચમો દરોડો, ધ્રોલ ગામમાં વાલ્મિકીવાસ નજીકથી પસાર થતા નાથાલાલ ભગવાનજી ઉર્ફે ભગા પરમાર નામના શખ્સને ધ્રોલ પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી સાત નંગ ચપલા અને મોબાઇલ મળી 5700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

છઠ્ઠો દરોડો, ધ્રોલ ગામમાં લતીપુર રોડ પર લાલપુર ચોકડી પાસેથી પસાર થતા જીજે-10-ઈજી-0684 નંબરના બાઈકને આંતરીને વિજયસિંહ ઉર્ફે પિન્ટુભા ગુણવંતસિંહ જાડેજા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.9600 ની કિંમતન 96 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા મળી આવતા પોલીસે બાઈક અને દારૂ મળી કુલ રૂા.59,600 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં કેમટા નરસીંગ મેહડાની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

સાતમો દરોડો, જામનગર શહેરના લાલવાડી માણેકનગર શેરી નંબર-2 માં આવેલા વિપુલ ઉર્ફે જોની સુખલાલ ઢાપાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.1200 ની કિંમતના 12 નંગ ચપલા મળી આવતા વિપુલની અટકાયત કરી પુછપરછ કરતાં અનિલ અમરશી મેરની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular