Wednesday, August 19, 2026
Homeરાજ્યહાલારપોરબંદર-રાજકોટ લોકલ ટ્રેઇન શરૂ નહીં કરાતા લોકોમાં આક્રોશ

પોરબંદર-રાજકોટ લોકલ ટ્રેઇન શરૂ નહીં કરાતા લોકોમાં આક્રોશ

કોરોના કાળ દરમ્યાન આ ટ્રેઇન બંધ કરાઇ : ભાણવડ પંથક માટે ઉપયોગી અને અનુકૂળ ટ્રેઇન મામલે રેલવેની બેદરકારી

બુલેટ ટ્રેઇનના નારા વચ્ચે ભાવનગર રેલ ડિવીઝન દ્વારા કોરોના કાળ વખતે બંધ કરાયેલી સવારની પોરબંદર રાજકોટ વાયા ભાણવડ, જામનગર, હાપા, લોકલ ટ્રેઇને આજદિન સુધી ફરી શરૂ નહીં કરાતા ભાણવડ સહિતની મુસાફર જનતામાં રોષની લાગણી ફેલાઇ છે.

- Advertisement -

ભાવનગર રેલવે ડિવીઝન દ્વારા ભાણવડ પંથકને અન્યાય કરાઇ રહયાની રાવ થઇ રહી છે. રેલવે સ્ટેશનને સુવિધા સાથેનું તો રેલ તંત્રે બનાવ્યું છે. પરંતુ બંધ પડેલી ટ્રેઇનને શરૂ કરાતી નથી. ખાસ કરીને પોરબંદરથી સવારે સાત કલાકે ઉપડતી પોરબંદ-રાજકોટ લોકલ ટ્રેઇન વાયા ભાણવડ, લાલપુર, જામનગર કોરોના વખતે બંધ થઇ છે. પરંતુ ત્યાર પછી આ લોકલ ટ્રેઇન આજદિન સુધી શરૂ થઇ નથી.

ઉપરોકત લોકલ ટ્રેઇન ભાણવડ માટે ખૂબજ ઉપયોગી અને અનુકૂળ છે. બિમાર દર્દીઓ, અપડાઉન કરતાં કર્મચારીઓ અને આમ જનતા જામનગર તેમજ રાજકોટ જવા માટે લાભ મેળવી રહયા હતા. વળી લોકલ ટ્રેઇન હોવાથી ટ્રાફિક પણ સારો હતો અને રેલવેને ઇન્કમ પણ સારી મળતી હતી. આમ છતાં આ ટ્રેઇનને શરૂ કરવામાં રેલ તંત્ર અખાડા કરતું હોવાથી સેંકડો મુસાફરોને પારાવાર હાલાકી થઇ છે.

- Advertisement -

ભાણવડ વિસ્તારમાં ફરવા લાયક સ્થળો જેવા કે બરડો જંગલ સરકારી, કિલેશ્ર્વર મહાદેવ મંદિર, ભાણવડની વીર માંગડાવારાની જગ્યા, પાંડવોના વખતના ઇન્દ્રેશ્ર્વર મંદિર રાણપર પાસે ધીંગેશ્ર્વર મંદિર, હાથલા પાસે વિખ્યાત શનિદેવ મંદિર હોવાથી લોકોની ભીડ રહેતી હોય છે, આ માટે રેલવે તંત્રે ટ્રેઇનની સુવિધા વધારવી જોઇએ, પરંતુ રેલ તંત્રનું આ બાબતે ઉદાસીન વલણ રહેવાથી લોકોમાં ટીકાને પાત્ર બન્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular