જામનગર શહેરના ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા વર્ષોથી મહિલાઓના એવરત જીવરતના જાગરણ નિમિત્તે મહિલાઓને જાગરણ માટે રાસ ગરબાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે
જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ નજીક આવેલ ભોઈ સમાજના ધાળીયા પાસે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા દરેક સમાજની મહિલાઓ અને બહેનો માટે એવરત જીવરતના જાગરણ પ્રસંગે પ્રાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.
View this post on Instagram
જેમાં સમાજના બહેનો પ્રાચીન રાસ ગરબા ગાય છે આ સાથે જ પ્રાચીન વાજિંત્રો ઢોલ નગારા જેવા સંગીત સાધનો સાથે રાસ ગરબાને તાલ પુરાવવામાં આવે છે. સમગ્ર ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં એવરત જીવરતના વ્રતની મહિલાઓ દ્વારા પતિના દીર્ઘાયું અને પરિવારની સુખાકારી અને પુત્રોના ઉજવળ ભવિષ્ય માટે કરવામાં આવતી હોય છે.
આ વ્રત દરમિયાન મહિલાઓને બે દિવસ અને એક રાત્રીનું જાગરણ કરવાનું હોય છે ત્યારે મહિલાઓ જાહેર સ્થળો જેવા કે બાગ બગીચા, તળાવ અને ગાર્ડનોમાં અથવા તો સિનેમા હોલમાં જાગરણ માટે પહોંચતા હોય છે. પરંતુ જામનગરમાં ભોઈ સમાજ દ્વારા લગભગ 70 વર્ષ થી વધુ વર્ષો થી રાસગરબાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઇ હતી.


