Thursday, August 13, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સૂર્યગ્રહણનું જીવંત નિદર્શન યોજાયું - VIDEO

જામનગરમાં સૂર્યગ્રહણનું જીવંત નિદર્શન યોજાયું – VIDEO

ટાઉન હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં મેયર, કલેકટર સહિતના ઉપસ્થિત : વિદ્યાર્થીઓને મહાનુભાવોએ મેળવી વૈજ્ઞાનિક માહિતી

જામનગર શહેરના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે તા. 12 ઓગસ્ટના રાત્રે સંપૂર્ણ સૂર્યગ્રહણના જીવંત પ્રસારણ અને નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવેલા આ જીવંત પ્રસારણમાં શહેર-જિલ્લાના અગ્રણીઓ, અધિકારીઓ, શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

- Advertisement -

કાર્યક્રમમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, એડિશનલ કલેકટર વિમલકુમાર ચૌધરી, જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક જૂથના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, ભાજપ શહેર સંગઠનના અધ્યક્ષ બીનાબેન કોઠારી, ગુજકોસ્ટ પ્રેરિત એમ.ડી.મેતા સાયન્સ સેન્ટર ધ્રોળ ના સુધાબેન ખંઢેરિયા, પૂર્વ મેયર ડો.અવિનાશ વ્યાસ, સહિતના આગેવાનો અને અન્ય ખગોળપ્રેમીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશો પાઠવવામાં આવ્યો હતો, તે જ રીતે ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલે પણ શુભેચ્છા સંદેશો આપ્યો હતો.

- Advertisement -

કાર્યક્રમ દરમિયાન ડો. સંજયભાઈ પંડ્યા દ્વારા સૂર્યગ્રહણના વિવિધ પ્રકારો, આગામી ખગોળીય ઘટનાઓ, સૂર્યમાળાના ગ્રહો, ડાયમંડ રિંગ, કોરોના તથા સંપૂર્ણ સૂર્યગ્રહણ અંગે રસપ્રદ અને વૈજ્ઞાનિક કોમેન્ટ્રી આપવામાં આવી હતી. સ્મિતાબેન ભાટિયા તથા દીપાબેન સોની દ્વારા ખગોળવિજ્ઞાન આધારિત ક્વિઝ યોજવામાં આવી હતી.

- Advertisement -

કિરીટભાઈ વ્યાસે સૂર્યગ્રહણ અને અંધશ્રદ્ધા અંગે વૈજ્ઞાનિક માહિતી આપી હતી, જ્યારે કિરીટભાઈ શાહે પૃથ્વી પર જીવની ઉત્પત્તિમાં ચંદ્રના મહત્વ અંગે સમજણ આપી હતી. અમિત વ્યાસે બ્રહ્માંડની ઉત્પત્તિ તથા નવા ગ્રહોની શોધ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ તથા ખગોળ મંડળ, જામનગરના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સૂર્યગ્રહણનું જીવંત પ્રસારણ, રનિંગ કોમેન્ટ્રી, બ્રહ્માંડની સફર અને ખગોળ ક્વિઝ સહિતની પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સમગ્ર આયોજનમાં જામનગરની ‘રંગતાળી’ સંસ્થાનો પણ સહયોગ રહ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે દુર્લભ ખગોળીય ઘટનાને અંધશ્રદ્ધાથી નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ ના સંદર્ભમાં મ્યુનિ. કમિશનર દીપેશ કેડીયા અને અન્ય અધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને આભાર દર્શન પી.ડી. ત્રિવેદી એ કર્યું હતું.

ખગોળ મંડળના પ્રમુખ કિરીટભાઈ શાહ, અમિતભાઈ વ્યાસ, સ્મિતાબેન ભાટિયા, દીપાબેન સોની તેમજ એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર, ધ્રોલના સુધાબેન ખંઢેરીયા અને ડો. સંજય પંડ્યા સહિતની ટીમે સમગ્ર કાર્યક્રમના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular